Paytm : મુકેશ અંબાણી Paytm ખરીદવા જઈ રહ્યા છે? જાણો શું છે આ સમાચાર પાછળની હકિકત?
ભારતની અગ્રણી પેમેન્ટ સેવા Paytm પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. આરબીઆઈની કાર્યવાહી બાદ એવા અહેવાલો પણ છે કે તેને મુકેશ અંબાણીની રિલાયન્સ ખરીદવા જઈ રહી છે.
Paytm પેમેન્ટ્સ બેંક રેગ્યુલેટરી સમસ્યાઓમાં ફસાયેલી છે અને મોટી સંખ્યામાં KYC ઉલ્લંઘનના કેસોને કારણે મની લોન્ડરિંગના આરોપો લાગ્યા છે.

RBIએ Paytmની પેમેન્ટ્સ બેંકના મોટા ભાગના કામકાજ પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન છેલ્લા ઘણા દિવસોથી Paytm વૉલેટ બિઝનેસને લઈને એવા અહેવાલો છે કે અબજોપતિ મુકેશ અંબાણીની કંપની Jio Financial Services પેટીએમને ખરીદી શકે છે.
મુકેશ અંબાણીની જિયો ફાયનાન્સિયલ સર્વિસે આ મીડિયા રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી છે. મુકેશ અંબાણીની Jio Financial Services એ મીડિયા અહેવાલોને નકાર્યા અને કહ્યું છે કે તેમની Paytm વૉલેટ બિઝનેસ ખરીદવાની કોઈ યોજના નથી.
Jio ફાયનાન્સિયલ સર્વિસે કહ્યું કે તે Paytmની પેરેન્ટ કંપની One 97 કોમ્યુનિકેશન્સના વોલેટ બિઝનેસને ખરીદવા માટે વાતચીત નથી કરી રહી. અમે સ્પષ્ટતા કરીએ છીએ કે તમે જે પણ સમાચારો જોઈ રહ્યા છો તે માત્ર અનુમાન છે અને અમે આ સંદર્ભમાં કોઈ વાતચીત કરી રહ્યા નથી.
જેએફએસએલએ કહ્યું કે, અમને અમારી સહયોગી કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેઓએ પણ આ સંદર્ભમાં કોઈ ચર્ચા નથી કરી.
મુકેશ અંબાણીએ Paytm વૉલેટ બિઝનેસ ખરીદવાની અફવાઓ પછી Jio Financialના શેરની કિંમત દિવસ દરમિયાન 14 ટકા વધી હતી. જો કે, Paytm શેરમાં તાજેતરનો ઘટાડો ચાલુ રહ્યો. Paytm પેમેન્ટ્સ બેંક પર RBIની કાર્યવાહી બાદ રોકાણકારોની સતત ચિંતા વચ્ચે આ ઘટાડો નોંધાયો છે.












Click it and Unblock the Notifications
