15મી નવેમ્બરે પણ પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી, જાણો આજના ભાવ

15મી નવેમ્બરે પણ પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી, જાણો આજના ભાવ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતોમાં 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતોમાં 10 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 74.44 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 75.35 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

જો દિલ્હીની વાત કરીએ તો 15મી નવેમ્બરે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 15 પૈસા પ્રતિ લીટરે ઘટી, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 10 પૈસાનો ઘટાડો નોંધાયો. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 77.28 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 72.09 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે 14 નવેમ્બરે પેટ્રોલ કે ડીઝલની કિંમતોમાં કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી.

મુંબઈમાં કિંમત

મુંબઈમાં કિંમત

જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતોમાં 14 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે અને ડીઝલની કિંમતોમાં 11 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 82.80 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 75.3 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. અગાઉ બુધવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો બદલાવ જોવા મળ્યો નતોતો. જો કે 13 નવેમ્બરે પેટ્રોલની કિંમતોમાં 13 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમતોમાં 12 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો હતો.

પેટ્રોલ-ડીઝલની કિંમતોએ નાગરિકોને રાહત આપી

પેટ્રોલ-ડીઝલની કિંમતોએ નાગરિકોને રાહત આપી

13 નવેમ્બરે દિલ્હીમાં નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલના ભાવ 77.43 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી, જ્યારે ડીઝલની કિંમતો 72.19 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 13 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધયો હતો અને ડીઝલની કિંમતમાં 12 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો હતો. જે બાદ 12 નવેમ્બરે મુંબઈમાં પેટ્રોલ 82.94 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 75.64 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X