શુક્રવારે પેટ્રોલની કિંમતમાં ઘટાડો, ડીઝલના ભાવમાં પણ રાહત

શુક્રવારે પેટ્રોલની કિંમતમાં ઘટાડો, ડીઝલના ભાવમાં પણ રાહત

અમદાવાદઃ દેશભરના નાગરિકોને શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળી છે. શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આંશિક ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 67.71 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 67.17 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિમત

દિલ્હીમાં પેટ્રોલની કિમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે રાહત મળી છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલ 16 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 70.18 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 64.17 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ થોડી રાહત આપી છે. મુંબઈમાં લીટરદીઠ 16 પૈસાના ઘટાડા સાથે પેટ્રોલ 75.88 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. જ્યારે 17 પૈસા પ્રતિ લીટરના ઘટાડા સાથે મુંબઈમાં ડિઝલની કિંમત 67.28 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

અમદાવાદ, દિલ્હી અને મુંબઈની જેમ જ ચેન્નઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આંશિક રાહત જોવા મળી છે. અહીં આજે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 17 પૈસા પ્રતિ લીટરે ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 72.90 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 67.88 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X