Fuel Price: ચૂંટણી પછી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ
મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થયો છે. જાણો લેટેસ્ટ રેટ.
નવી દિલ્લીઃ ઘણા સમયથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ચૂંટણીઓ પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં પરિવર્તન આવશે અને રેટ વધસે અને આ વાત એકદમ સાચી સાબિત થઈ. મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવ 15 પૈસા અને ડીઝલ 18 પૈસા વધ્યા છે. તમને જણાવી દઈએ કે ક્રૂડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધ્યા બાદ પણ ક્રૂડ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નહોતા પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ આજે જ ઈંધણના ભાવોમાં વધારે થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે નવા ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ પેટ્રોલ 90.55 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.95 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 90.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 92.55 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 93.60 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 98.57 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 88.84 રૂપિયા પ્રતિ લિટર
નોઈડાઃ 88.92 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 87.71 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 92.87 રૂપિયા પ્રતિ લિટર

આ છે આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 80.91 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 87.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 83.78 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 85.90 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 85.81 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 98.57 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 89.17 રૂપિયા પ્રતિ લિટર
નોઈડાઃ 81.39 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 87.15 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 86.94 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.












Click it and Unblock the Notifications
