આંતરરાષ્ટ્રીય બજારમાં વધ્યા ક્રૂડ ઓઈલના ભાવ, જાણો ભારતમાં શું છે સ્થિતિ?

શનિવારે નવમાં દિવસે પણ ઈંધણ કંપનીઓએ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

નવી દિલ્લીઃ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ જેના કારણે માર્ચમાં સરકારે લૉકડાઉન લગાવવુ પડ્યુ. ત્યારબાદ દેશની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ. સાથે જ સામાન્ય લોકોના જીવન પર પણ બહુ ખરાબ અસર પડી. લોકોને આશા હતી કે બજેટ બાદ જનતાને મોંઘવારીથી રાહત મળશે પરંતુ તેનાથી ઉલટુ થયુ જ્યાં પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં ભાવોએ બધા રેકૉર્ડ તોડી દીધા. શનિવારે નવમાં દિવસે પણ ઈંધણ કંપનીઓએ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

petrol

વાસ્તવમાં ગયા સપ્તાહે ગુરુવારે પેટ્રોલના ભાવમાં 16 પૈસા અને ડીઝલના ભાવમાં 14 પૈસાના ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 90.40 રૂપિયા અને 80.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ હતુ જે હજુ પણ સ્થિર છે. જો કે આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં ઘટાડો આવ્યો હતો પરંતુ હવે એક વાર ફરીથી તેમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાંં આગલા સપ્તાહે પણ ભાવ ઘટવાની આશા નથી.

આ છે આજના ભાવ(રૂપિયા/પ્રતિ લિટર)

દિલ્લી - પેટ્રોલ- 90.40, ડીઝલ - 80.73

મુંબઈઃ પેટ્રોલ - 96.83, ડીઝલ - 87.81

ચેન્નઈઃ પેટ્રોલ - 92.43, ડીઝલ - 85.75

કોલકત્તાઃ પેટ્રોલ - 90.62, ડીઝલ - 83.61

બેંગલુરુઃ પેટ્રોલ - 93.43, ડીઝલ - 85.60

નોઈડાઃ પેટ્રોલ - 88.79, ડીઝલ - 81.19

લખનઉઃ પેટ્રોલ - 88.72, ડીઝલ - 81.13

પટનાઃ પેટ્રોલ - 92.74 ડીઝલ - 85.97

તમને જણાવી દઈએ કે ઈંધણ કંપનીઓ રોજના ભાવ નક્કી કરે છે જેના કારણે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ-અલગ રહેલ છે. જો તમારે પોતાના શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા હોય તો એસએમએસ દ્વારા જાણી શકો છે. આના માટે તમારે RSP સ્પેસ પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 9224992249 પર મોકલવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X