10 જાન્યુઆરીએ પણ મોંઘું થયું પેટ્રોલ, ડીઝલના રેટ પણ વધ્યા
10 જાન્યુઆરીએ પણ મોંઘું થયું પેટ્રોલ, ડીઝલના રેટ પણ વધ્યા
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં 10મી જાન્યુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 14 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 12 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 73.24 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 72.25 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. માત્ર અમદાવાદ જ નહિ બલકે દેશના ચારેય મહાનગરોમાં આજે પેટ્રોલ ડીઝલ તમારું ખીસ્સું ખાલી કરી શકે છે.

દિલ્હીમાં પેટ્રોલના રેટ
દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો ભાવ વધારો નોંદાયો છે જ્યારે ડીઝલના ભાવમાં 11 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 75.96 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.05 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જણાવી દઈએ કે અમેરિકા અને ઈરાક વચ્ચે ચાલી રહેલ ટેન્સનની પણ પેટ્રોલ અને ડીઝલના રેટમાં અસર પડી છે.

મુંબઈમાં શું છે રેટ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તો પેટ્રોલ ડીઝલની કિંમતો સાતમા આસમાને પહોંચી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલની કિંમતમાં 12 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 81.55 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 72.41 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

કોલકાતામાં શું છે રેટ
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 11 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ કોલકાતામાં આજે પેટ્રોલ 78.54 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 71.42 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
