For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સપ્તાહે પેટ્રોલ ડીઝલમાં ફરી રૂપિયો ઘટી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 નવેમ્બર : આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઇલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બ્રેન્ટ ક્રુડ ઓઇલ પ્રતિ બેરલ 80 ડોલરની કિંમતે પહોંચી ગયું હતું. જેના પગલે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પણ ભારતમાં ટૂંક સમયમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો કરી શકે છે.

જો પેટ્રોલના ભાવમાં ઘટાડો થશે તો આ સતત સાતમી વખત ઘટાડો કરે એવી શક્યતા છે. ડીઝલના ભાવ પણ અંકુશમુક્તિ પછી ત્રીજી વખત ઘટવાની ધારણા છે. ક્રૂડના વૈશ્વિક ભાવમાં ઘટાડાને પગલે ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પહેલાં ચાલુ સપ્તાહના આખરી ભાગમાં પેટ્રોલ અને ડીઝલ લિટર દીઠ રૂપિયા 1 સસ્તું થવાની શક્યતા છે.

petrol-pump

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાલુ વર્ષની ટોચથી 10-13 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓઇલ કંપનીઓ મહિનાના પ્રારંભે અને મધ્ય ભાગમાં ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. જેના ભાગરૂપે 15 નવેમ્બરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો શક્ય છે. એનો અર્થ એ થયો કે બે રાજ્યની વિધાનસભા ચૂંટણીના લગભગ 10 દિવસ પહેલાં ઈંધણ સસ્તું થશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ક્રૂડના વૈશ્વિક ભાગમાં વધુ ઘટાડો થશે તો ઈંધણના ભાવ વધુ ઘટી શકે. ઉલ્લેખનીય છે કે, સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના વૈશ્વિક બજારમાં ક્રૂડની વધઘટના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવાની છૂટ આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકીય કારણોસર સરકાર ક્રૂડના વૈશ્વિક ભાવમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને નહીં આપે એવી શક્યતા છે. કારણ કે વિધાનસભા ચૂંટણી એક મહિનો ચાલવાની છે ત્યારે ક્રૂડના ભાવમાં અણધાર્યો ઉછાળો આવે તો કંપનીઓ તાત્કાલિક ભાવવધારો કરવાનું ટાળી શકે એ માટે ઘટાડાનો સંપૂર્ણ લાભ કદાચ ગ્રાહકોને નહીં અપાય.

English summary
Petrol and Diesel price may fall down in this week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X