For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત 13મા દિવસે પેટ્રોલ અને ડીઝલના રેટ વધ્યા

સતત 13મા દિવસે પેટ્રોલ અને ડીઝલના રેટ વધ્યા

|
Google Oneindia Gujarati News

દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, અમેરિકા સહિતના દેશોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઇ રહી. આજે સતત 13મા દિવસે ભારતમાં પેટ્રોલ અને ડીઝળમાં ભાવ વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલમાં 54 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે અને ડીઝલમાં 61 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 75.92 રૂપિયા અને ડીઝળ 74.49 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના રેટ

દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના રેટ

દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં 56 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝળના રેટમાં 63 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે દિલ્હીમાં 78.37 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ મળી રહ્યું છે જ્યારે ડીઝળમાં 77.06 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે.

મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલના રેટ

મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલના રેટ

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો નોંધાયો છે. મુંબઇમાં આજે પેટ્રોલની કિંમતમાં 55 પૈસા પ્રેતિ લીટરે જ્યારે ડીઝલના રેટમા 60 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે મુંબઇમાં પેટ્રોલ 85.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝળ 75.53 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

ચેન્નઇમાં પેટ્રોલ અને ડીઝલના રેટ

ચેન્નઇમાં પેટ્રોલ અને ડીઝલના રેટ

દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં પણ પેટ્રોલ અને ડીઝલના રેટ વધ્યા છે. ચેન્નઇમાં આજે પેટ્રોલની કિંમતમાં 50 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 54 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ ચેન્નઇમાં આજે 81.82 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ અને ડીઝલમાં 74.77 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર હુમલો, જરૂરી સેવાઓ, બિઝનેસમાં હેકર્સની ઘૂસણખરીઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર હુમલો, જરૂરી સેવાઓ, બિઝનેસમાં હેકર્સની ઘૂસણખરી

English summary
petrol and diesel price rate increased on 19th june too
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X