અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ ભાવ વધારો, અધધધ 6 રૂપિયા વધ્યો ભાવ!
અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ ભાવ વધારો, અધધધ 6 રૂપિયા વધ્યો ભાવ!
પેટ્રોલ ડીઝલ પ્રાઈસ ડૉટ કોમ મુજબ 16 જાન્યુઆરી 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો. પેટ્રોલના ભાવમાં આજે અમદાવાદમાં 5.96 રૂપિયાનો ભાવ વધારો ઝિંકાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 1.8 રૂપિયા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 98.95 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 74.06 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જણાવી દઈએ કે અમેરિકા અને ઈરાન વચ્ચેના ઝઘડામાં પેટ્રોલના ભાવ ભળકે બળી રહ્યા છે.

દિલ્હીમાં ભાવ
દેશની રાજધાની દિલ્હીમાં જો કે પેટ્રોલ અને ડીઝલના રેટમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલમાં 15 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલમાં 14 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 75.55 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.92 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

કોલકાતામાં ભાવ
કોલકાતામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. કોલકાતામાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલની કિંમતમાં 14 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે કોલકાતામાં પેટ્રોલ 78.14 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 71.29 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈમાં ભાવ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ 15 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ અહીં આજે પેટ્રોલ 81.14 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 72.27 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર









Click it and Unblock the Notifications
