Fuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી વધારો, જાણો આજની કિંમત
મંગળવારે ફરીથી સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. ક્રૂડ ઓઈલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ ફરીથી વધાર્યા છે.
નવી દિલ્લીઃ મંગળવારે ફરીથી સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. ક્રૂડ ઓઈલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ ફરીથી વધાર્યા છે. ડીઝલની કિંમત જ્યાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 23 પૈસા વધ્યા છે. તમને જણાવી દઈએ કે સોમવારે ભાવ સ્થિતર હતા જ્યારે રવિવારે દિલ્લીમાં પેટ્રોલ 18 પૈસા અને ડીઝલ 28 પૈસા મોંઘુ થયુ હતુ. તમને જણાવી દઈએ કે મે મહિનામાં અત્યાર સુધી 13મી વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ છે. સતત વધી રહેલા ભાવોને કારણે માત્ર 13 દિવસમાં પેટ્રોલના રેટ 3.47 રૂપિયા અને ડીઝલના રેટ 3.19 રૂપિયા વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે નવી કિંમતો રોજ સવારે 6 વાગે જારી કરવામાં આવે છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 93.44 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 99.70 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 95.06 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.49 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 96.55 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 90.08 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 101.52 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.03 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.62 રૂપિયા પ્રતિ લિટર

આ છે આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 84.32 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 91.57 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 89.11 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 87.16 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 90.79 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 89.39 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 89.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 84.71 રૂપિયા પ્રતિ લિટર

અહીં પેટ્રોલ 100ને પાર
જો કે અમુક રાજ્યોમાં પેટ્રોલની કિંમતો 100ને પાર જતી રહી છે. મહારાષ્ટ્રના નાંદેડમાં પેટ્રોલ 101.54 રૂપિયા પ્રતિ લિટર, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 103.80 રૂપિયા પ્રતિ લિટર, જેસલમેરમાં પેટ્રોલ 100.97 રૂપિયા પ્રતિ લિટર, મધ્ય પ્રદેશના અનૂપુપરમાં પેટ્રોલ 103.49 રૂપિયા પ્રતિ લિટર, નગરાબાંધમાં 103.31 રૂપિયા પ્રતિ લિટર, રીવામાં 103.13 રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં 101.52 રૂપિયા પ્રતિ લિટર અને ઈન્દોરમમાં પેટ્રોલની કિંમત 100.98 રૂપિયા પ્રતિ લિટર છે.












Click it and Unblock the Notifications
