પેટ્રોલ-ડીઝલના ભાવ ફરીથી વધ્યા, પહેલી વાર મુંબઈમાં 100ને પાર પહોંચ્યુ પેટ્રોલ
શનિવારે ઈંધણના ભાવોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. જાણો આજની કિંમત.
નવી દિલ્લીઃ શનિવારે ઈંધણના ભાવોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. શનિવારે થયેલા વધારા સાથે મુંબઈમાં પહેલી વાર પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયા. શનિવારે પેટ્રોલના ભાવોમાં 26 પૈસા અને ડીઝલના ભાવોમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શનિવારે વધારા સાથે મુંબઈમાં પેટ્લો 100.19 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 92.17 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ.

વળી, રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 93.94 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 91.87 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ. આ ઉપરાંત ચેન્નઈમાં પેટ્રોલ 95.51 રૂપિયા જ્યારે ડીઝલ 89.65 રૂપિયા પ્રતિ લિટર પર વેચવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે ચાર મે બાદથી ક્રૂડ ઓઈલના ભાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. આ 15મી વાર છે જ્યારે મેમાં ઈંધણના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા સાથે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી ગયુ છે. બે અલગ રાજ્યોમાં ઈંધણની કિંમતો ત્યાં લાગતા કર પર નિર્ભર કરે છે. રાજસ્થાનમાં પેટ્રોલ પર મૂલ્ય વર્ધિત કર(વેટ) સૌથી વધુ છે ત્યારબાદ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. ક્રૂડ ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતો અને વિદેશી વિનિમય દરોના આધારે પ્રતિદિવસ ઈંધણના ભાવોમાં ફેરફાર કરે છે.












Click it and Unblock the Notifications
