For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત 11માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમા વધારો, જાણો આજના ભાવ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રોજ થઈ રહેલો વધારો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. જાણો આજના ભાવ.

|
Google Oneindia Gujarati News

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રોજ થઈ રહેલો વધારો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. આજે સતત 11માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 55 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 69 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્લીમાં પેટ્રોલના ભાવ 77.28 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 75.79 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. મંગળવારે પેટ્રોલના ભાવમાં 47 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 57 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.

petrol

વળી, જે રીતે કોરોના સંકટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ વધારો થઈ રહ્યો છે તેના પર ચિંતા વ્યક્ત કરીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો અને તેમને અપીલ કરી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ન વધારે. સોનિયા ગાંધીએ જે પત્ર લખ્યો છે તેમાં કહ્યુ છે કે આ સરકારની ફરજ અને જવાબદારી છે કે તે લોકોના દુઃખને ઘટાડે અને લોકોને વધુ મુશ્કેલીમાં ન મૂકે.

પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યુ છે કે કોરોના સામે લડાઈમાં ભારતને આરોગ્ય, અર્થવ્યવસ્થા, સામાજિક પડકારોનો સામનો કરવો પડ્યો છે. હું એ અંગે બહુ ચિંતિત છુ કે માર્ચ મહિાથી આ સમસ્યા ચાલી રહી છે અને તેમછતાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો અસંવેદનશીલ નિર્ણય લીધો છે જે એક વાર નહિ ઘણી વાર વધારવામાં આવ્યો છે. તમારી સરકરા 260000 કરોડ રૂપિયાનુ રાજસ્વ મેળવવા માંગે છે પરંતુ તમને એ ખોટા સૂચનો આપવામાં આવ્યા છે કે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીને વધારવામાં આવે. મને આ વાતમાં કોઈ તર્ક નથી દેખાતુ કે સરકાર આ રીતના સૂચન પર પણ વિચાર કરે જ્યારે દેશમાં અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે કથળેલી છે. લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે, લોકો પાસે ભોજન નથી, વેપાર, ઉદ્યોગ-ધંધા પણ મંદીમાંથી પસાર થઈ રહ્યા છે.

ગ્રેટર નોઈડા સ્થિત ઑટો પાર્ટ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગગ્રેટર નોઈડા સ્થિત ઑટો પાર્ટ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ

English summary
Petrol and diesel prices increased on 11th day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X