આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. વિપક્ષ અને નાગરિકોની અપીલની સરકાર કે ઓઇલ કંપનીઓ પર બિલકુલ અસર નથી પડી રહી. આજે સતત 17મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં આજે 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં આજે 55 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 79.76 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે જ્યારે ડીઝલના ભાવ 79.40 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના રેટ

અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના રેટ

અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવમાં 19 પૈસાનો વધારો નોંધાયો છે, ડીઝલના ભાવમાં 53 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 77.26 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 76.76 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઇમાં પેટ્રલના ભાવ

મુંબઇમાં પેટ્રલના ભાવ

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં આજે પેટ્રોલ 18 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 86.54 રૂપિયા પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલમાં પણ 52 પૈસાના વધારા સાથે આજે મુંબઇમાં ડીઝલની કિંમત 77.76 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઇ છે. છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.

કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

કોલકાતાની વાત કરીએ તો આજે કોલકાતામાં પણ પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો થય છે. કોલકાતામા આજે પેટ્રોલની કંમતમાં 18 પૈસાનો વધારો નોંધાયો છે જ્યારે ડીઝલના રેટમાં 49 પૈસાન ભાવ વધારો ઝીંકાયો છે, નવી કિંમતો લાગૂ થયા બાદ અહીં પેટ્રોલ 81.45 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લીટરે મળઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X