સતત 19મા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજનો રેટ
સતત 19મા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજનો રેટ
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા કેટલાય દિવસોથી દરરોજ વધારો થઇ રહ્યો છે જે ઘટવાનું નામ નથી લઇ રહ્યો. પાછલા 19 દિવસથી સતત ભાવમાં વધારો થઇ રહ્યો છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરે વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ દિલ્હીમાં ડીઝલના ભાવ 80.02 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે, જ્યારે ડીઝલના ભાવ 79.92 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

સતત ભાવ વધ્યા
જણાવી દઇએ કે આવું પહેલીવાર છે જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવ પેટ્રોલના ભાવથી વધુ હોય. બુધવારે થયેલ વધારા બાદ દિલ્હીમાં ડીઝલ, પેટ્રોલ મોંઘા થઇ ગયાં હતાં અને આજે ડીઝલના ભાવ 80 રૂપિયાને પાર પહોંચી ગયા. બુધવાર પાછલા 19 દિવસમાં પહેલો એવો દિવસ હતો જ્યારે કોઇ વધારો નહોતો નોંધાયો. બુધવારે ડીઝલના ભાવમાં 48 પૈસા પ્રતિ લીટરે વધારો નોંધાયો હતો, જે બાદ દિલ્હીમાં ડીઝલના ભાવ 79.99 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે, જ્યારે પેટ્રોલના ભાવ 79.76 રૂપિયા પ્રતિ લીટર હતા.

ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી છતા પેટ્રોલ મોંઘું
જેવી રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે, તના વિપક્ષ સરકાર પર સતત હુમલાખોર બની રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે એક બાદ એક કેટલાય ટ્વીટ કરી મંગળવારે સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમા ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી છે, છતાં દેશણાં પેટ્રોલ- ડીઝલના ભાવ વધી નથી રહ્યા.

દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું
દિગ્વિજય સિંહે ટ્વીટ કરી લખ્યું, જૂન 2008માં જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા તો તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિરોધ સ્વરૂપે પોતાના નિવાસથી મંત્રાલયે સાયકલ પર ગયા હતા. ત્યાર પેટ્રોલની કિંમત 50 રૂપિાય પ્રતિ લીટર હતી અન ડીઝલની કિંમત 34 રૂપિયા પ્રતિ લીટર હતી. ત્યારે ક્રૂડ ઓઇલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલ હતી. હવે ક્રૂડ ઓઇલની કિંમત 37 ડોલર પ્રતિ બેરલ છે અને પેટ્રોલની કિંમત 87 રૂપિયા પ્રતિ લીટર છે, ડીઝલની કિંમત 78 રૂપિયા પ્રતિ લીટર છે. જો શિવરાજ સિંહ ખરેખર મોંવારીની ચિંતા કરતા હોય તો તેમણે મોદી શાહની કેન્દ્ર સરકાર વિરુદ્ધમાં પોતાના નિવાસથી મંત્રાલય સુધી અમારી સાથે સાયકલ પર ચાલવું જોઇએ. સાહસ કરશે?












Click it and Unblock the Notifications
