પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને, સતત 12મા દિવસે રેટ વધ્યા
પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને, સતત 12મા દિવસે રેટ વધ્યા
નવી દિલ્હીઃ એક તરફ જયાં આખો દેશ પાછલા કેટલાય મહિનાથી કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇ લડી રહ્યો છે અને મહિનાઓથી દેશની અર્થવ્યવસ્થા ઠપ પડી હતી, તો બીજી તરફ સતત 12મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 51 પૈસા પ્રતિ લીટરે અને ડીઝલના ભાવમાં 62 પૈસા પ્રતિ લીટરના હિસાબે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 75.38 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 73.88 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

સોનિયા ગાંધીએ પીએમને પત્ર લખ્યો હતો
જેવી રીતે કોરોના સંકમટાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ વધારો થઇ રહ્યો છે, તેના પર ચિંતા વ્યક્ત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો અને તેમને અપીલ કરી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ના વધારે. સોનિયા ગાંધીએ જે પત્ર લખ્યો છે તેમાં કહ્યું કે આ સરકારનું કર્તવ્ય અને જવાબદારી છે કે તેઓ લોકોના દુખને ઘટાડો અને લોકોને મુશ્કેલીઓમાં ના નાખે.

આજે શું છે પેટ્રોલની કિંમત
- 18 જૂને એટલે કે આજે દિલ્હીમાં પેટ્રોલના રેટ 77.81 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલના રેટ 76.43 રૂપિયા પ્રતિ લીટર છે.
- કોલકાતામાં આજે પેટ્રોલના રેટ 79.59 પ્રતિ લીટર અને ડીઝલના રેટ 71.96 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઇમાં આજે પેટ્રોલના રેટ 84.66 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝળના રેટ 74.93 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નઇમાં આજે પેટ્રોલના રેટ 81.32 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના રેટ 74.23 રૂપિયા પ્રતિ લીટર છે.

આ આધારે નક્કી થાય છે કિંમત
વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ રેટ નક્કી કરે છે.












Click it and Unblock the Notifications
