2 ઓક્ટોબરે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
2 ઓક્ટોબરે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
અમદાવાદઃ છેલ્લા કેટલાય અઠવાડિયાથી સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતો સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યું છે. વિપક્ષના ભારત બંધ બાદ પણ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી. જ્યારે બીજી બાજુ સરકાર પણ પેટ્રોલ ડીઝલની કિંમતનો નાથવામાં નિષ્ફળ રહી. અમદાવાદમાં આજે 12 પૈસાના ભાવ વધારા સાથે પેટ્રોલ 82.95 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 17 પૈસાના ભાવ વધારા સાથે 80.76 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.

મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. અહિં પેટ્રોલની કિંમતોમાં 12 પૈસા અને ડીઝલની કિંમતોમાં 17 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. નવા ભાવ લાગુ થા બાદ મુંબઈમાં પેટ્રોલ 91.20 રૂપિયાની સાપટી પર અને ડીલ 79.89 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.
જ્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 12 પૈસાનો ભાવવધારો જોવા મળ્યો છે અને ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઉછાળો આવ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 83.85 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 75.25 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર મળી રહ્યું છે. સતત વધી રહેલા આ ભાવને પગલે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ બાદ સોમવારે સાંજે એલપીજી ગેસ સિલિન્ડરમાં પણ ભાવ વધારો ઝીંકાયો હતો.
આ પણ વાંચો- SBIના ગ્રાહકો માટે ખાસ ખબર, હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો












Click it and Unblock the Notifications
