સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ મધ્યમ વર્ગની મુશ્કેલી વધારી
સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ મધ્યમ વર્ગની મુશ્કેલી વધારી
પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી, સરકાર પણ જાણે આંખ આડા કાન કરી રહી હોય તેવો માહોલ સર્જાયો છે. વિપક્ષના ભારત બંધની પણ કંઈ અસર ન જોવા મળી અને સતત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો યથાવત રહ્યો છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. અહીં જાણો આજે કેટલો વધ્યો પેટ્રોલ અને ડીઝલનો ભાવ...

પેટ્રોલ-ડીઝલની કિંમતો
અમદાવાદમાં 0.28 પૈસાના વધારા સાથે પેટ્રોલ આજે 80.5 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 0.23 પૈસાના વધારા સાથે 78.74 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે ગાંધીનગરમાં આજે 0.28 પૈસાના વધારા સાથે પેટ્રોલ 80.69 રૂપિયા અને ડીઝલ 0.23 પૈસાના વધારા સાથે 78.93 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. રાજકોટમાં પેટ્રોલની કિંમત 0.27 પૈસાના વધારા સાથે 80.31 રૂપિયાની સપાટી જ્યારે ડીઝલ 0.24 પૈસાના વધારા સાથે 78.58 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે. સુરતમાં પેટ્રોલ 0.27 પૈસાના વધારા સાથે 80.5 અને ડીઝલ 0.24 પૈસાના વધારા સાથે 78.77 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે.

જાણો મુંબઈમાં શું છે આજનો ભાવ
મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચી છે. 28 પૈસાના વધારા સાથે પેટ્રોલ 88.67 રૂપિયા હાઈએસ્ટ સપાટી પર પહોંચ્યું છે જ્યારે 24 પૈસાના વધારા સાથે ડીઝલ 77.82 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે.

કોર્ટમાં પહોંચ્યો સમગ્ર મામલો
આ દરમિયાન સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી પરેશાન થઈ એક મહિલાએ દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. આ અરજી મુખ્ય ન્યાયાધિશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ વીકે રાવની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી છે. દિલ્હીની એક ડિઝાયનર પૂજા મહાજને આ અરજી દાખલ કરી છે. અરજીમાં કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલને આવશ્યક વસ્તુઓ માની પેટ્રોલિયમ ઉત્પાદન માટે યોગ્ય મૂલ્ય નક્કી કરવા નિર્દેશ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

વિપક્ષે કર્યા પ્રહાર
વિપક્ષના હુમલા ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાની વિરુદ્ધ કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું, જેમાં તમામ વિપક્ષી દળોએ ભાગ લીધો હતો. બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદી સરકાર યૂપીએ 2 તરફ આગળ વધી રહી છે. એમણે કહ્યું કે યૂપીએ 2ની જેમ જ મોદી સરકારમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ પણ વાંચો- ખોદકામ કરતા આ મજૂરો થઈ ગયા માલામાલ, મળ્યો ખજાનો












Click it and Unblock the Notifications
