10 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું પેટ્રોલ, ડીઝલના ભાવ પણ ઘટ્યા

10 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટ્યા

ચૂંટણી નજીક હોય નાગરિકોને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે રાહત મળી રહી છે. આજે અમદાવાદમાં પેટ્રોલ છેલ્લા 10 મહિનાની સૌથી નીચી સપાટી પર પહોંચી ગયું છે. 1લી ડિસેમ્બરે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 33 પૈસાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે ડીઝલની કિંમતમાં 42 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 69.87 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 70.34 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. છેલ્લા દસ મહિનાની હાઈએસ્ટ સપાટી પેટ્રોલમાં 82.83 રૂપિયા અને ડીઝલની હાઈએસ્ટ સપાટી 80.59 રૂપિયા હતી.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોએ રાહત આપી છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 34 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 37 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 72.53 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 67.35 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. દિલ્હીમાં ગયા મહિને પેટ્રોલ 79.39 રૂપિયા અને ડીઝલ 73.78 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું હતું.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈકરોને પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રાહત મળી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 34 પૈસેથી રાહત મળી છે જ્યારે ડીઝલની કિંમતમાં લીટર દીઠ 39 પૈસાની રાહત મળી છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે અને ડીઝલ 70.50 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે ચેન્નઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 36 પૈસાથી ઘટી છે જ્યારે ડીઝલની કિંમત લીટર દીઠ 40 પૈસાથી ઘટી છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 75.26 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 71.12 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X