દિવાળીના બીજા દિવસે સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત

દિવાળીના બીજા દિવસે સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ

અમદાવાદઃ દિવાળી બાદ પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો યથાવત રહ્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોને રાહત મળી છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 75.34 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 76.18 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પણ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. અહીં પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલમાં 18 પૈસાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ ગુરુવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ78.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 72.78 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

જો મુંબઈની વાત કરીએ તો ગુરુવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે અને ડીઝલમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 83.72 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 72.89 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

21 દિવસમાં 4.63 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ

21 દિવસમાં 4.63 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ

પેટ્રોલની કિંમતમાં છેલ્લા 21 દિવસમાં 4.63 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ડીઝલની કિંમતોમાં છેલ્લા 21 દિવસમાં 2.80 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ઈરાન પાસેથી તેલની ખરીદી પરના પ્રતિબંધથી ભારત, ચીન અને જાપાન સહિત 8 દેશને હાલ છૂટ આપી દીધી છે, જેને કારણે ઓઈલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X