સતત કિંમતમાં વધારા બાદ આજે પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું
સતત કિંમતમાં વધારા બાદ આજે પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા છ દિવસથી સતત વધારા બાદ આજે કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં આઝે પેટ્રોલની કિંમતમાં 0.07 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 13 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ 67.80 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 67.50 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
જ્યારે દિલ્હીની વાત કરીએ તો આજે પેટ્રોલની કિંમતમાં 8 પૈસાનો ઘટાડો નોંધઆયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 12 પૈસા પ્રતિ લીટરે ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.33 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 64.59 રૂપિાય પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. અગાઉ મંગળવારે પેટ્રોલના ભાવમાં જ્યાં 28 પૈસા પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો ત્યારે ડીઝલમાં 29 પૈસા પ્રતિ લીટરે વધારો નોંધાયો હતો.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 8 પૈસા પ્રતિ લીટરે ઘટાડો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 13 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 75.97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 67.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અગાઉ મંગળવારે મુંબઈમાં 28 પૈસા પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો હતો, તો ડીઝલના ભાવમાં 31500 રૂપિયા પ્રતિ લીટરે વધારો થયો હતો.

નાગરિકોને રાહત મળી
જેવી રીતે પાછલા દિવસોમાં સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો હતો તેને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, લોકો મોંઘું પેટ્રોલ ખરીદવા માટે મજબૂર હતા. જેની પહેલા લગભગ એક મહિના સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેને પગલે લોકોને મોંઘવારીથી ભારે રાહત મળી હતી. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતને હવે સરકારના નિયંત્રણથી મુક્ત કરી દેવામાં આવી છે અને હવે તેનું નિયંત્રણ બજારના મૂલ્યના આધાર પર ઓઈલ કંપનીઓ કરે છે.












Click it and Unblock the Notifications
