Fuel Rates : સપ્ટેમ્બરના પ્રથમ દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે લોકોને મોટી રાહત મળી છે. કારણ કે, આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે બંને ઈંધણની કિંમતમાં પ્રતિ લિટર 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Fuel Rates : સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે લોકોને મોટી રાહત મળી છે. કારણ કે, આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે બંને ઈંધણની કિંમતમાં પ્રતિ લિટર 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15-15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી તેલના ભાવ સ્થિર રહ્યા હતા. હાલ દેશના 19 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી વધુ છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે.


રાજસ્થાનના ગંગાનગરમાં સૌથી મોંઘુ પેટ્રોલ
હાલમાં ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગરમાં છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.21 રૂપિયા અને ડીઝલની કિંમત 103.15 રૂપિયા પ્રતિ લીટર છે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે, હાલ કાચા તેલની કિંમત 71 ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ છે.

આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હી: 101.34 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ: 107.39 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 101.72 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નાઈ: 99.08 રૂપિયા પ્રતિ લિટર
- નોઇડા: 98.65 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુ: 104.84 રૂપિયા પ્રતિ લિટર
- પટના: 103.89 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 105.40 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર: 108.42 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ: 98.42 રૂપિયા પ્રતિ લીટર
- ગુરૂગ્રામ: 99.13 રૂપિયા પ્રતિ લીટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હી: 88.77 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ: 96.33 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 91.84 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ: 93.38 રૂપિયા પ્રતિ લિટર
- નોઇડા: 89.34 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુ: 94.19 રૂપિયા પ્રતિ લિટર
- પટના: 94.65 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 96.84 રૂપિયા પ્રતિ લિટર
- જયપુર: 98.06 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ: 89.15 રૂપિયા પ્રતિ લિટર
- ગુરૂગ્રામ : 89.46 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત
તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો કે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે? સૌપ્રથમ તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા તમેતમારા મોબાઇલ નંબર 9224992249 પરથી RSP અને સિટી કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે. એક વાતનું ધ્યાન રાખવું કે દરેક શહેર માટેRSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.












Click it and Unblock the Notifications
