બે અઠવાડિયા બાદ સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ ઘટી
બે અઠવાડિયા બાદ સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ ઘટી
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ ભાવ વધારાનો સિલસિલાને આખરે બ્રેક લાગી ગઈ છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમમાં 0.04 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલ પણ 0.07 પૈસા સોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 69.81 રૂપિયા પ્રતિ લટીરની સપાટીએ પેટ્રોલ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 70.42 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. મુંબઈમાં આજે પેટ્રોલ 0.05 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે જ્યારે ડીઝલ 0.07 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 78.04 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 70.58 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પણ આજે પેટ્રોલમાં 0.05 પૈસા જ્યારે ડીઝલમાં 0.07 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 72.41 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 67.37 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
માત્ર દિલ્હી-મુંબઈ અને અમદાવાદ જ નહિ બલકે ચેન્નઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.05 જ્યારે ડીઝલની કિંમતમાં 0.07 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 75.20 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 71.20 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
