12મી નવેમ્બરે પણ સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત

12મી નવેમ્બરે પણ સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતો છેલ્લા કેટલાક દિવસોથી નાગરિકોને રાહત આપી રહી છે. સોમવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતો 17 પૈસાના ઘટાડા સાથે 74.71 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલની કિંમતો 15 પૈસાના ઘટાડા સાથે 75.58 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે.

petrol

દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો જોવા મળ્યો જ્યારે ડીઝલની કિંમતમાં પણ 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 77.56 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 72.31 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ નાગરિકોને રાહત આપી છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 17 પૈસાનો અને ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 83.07 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 75.76 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

આ પણ વાંચો- FDથી કેવી રીતે થાય છે માસિક આવક?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X