For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FDથી કેવી રીતે થાય છે માસિક આવક?

તમે ભવિષ્ય માટે બચત કરી રહ્યા હશો, સાથે જ તમારી એવી પણ ઈચ્છા હશે કે તમારી પાસે માસિક આવકનો પણ વિકલ્પ હોય.

|
Google Oneindia Gujarati News

તમે ભવિષ્ય માટે બચત કરી રહ્યા હશો, સાથે જ તમારી એવી પણ ઈચ્છા હશે કે તમારી પાસે માસિક આવકનો પણ વિકલ્પ હોય. તો તમને જાણીને ખુશી થશે કે દેશની કેટલીક બેન્કમાં FD દ્વારા માસિક આવકની સુવિધા મળી રહી છે. જેના દ્વારા તમને દર મહિને ચોક્કસ રકમ મળશે. સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારી જમા રકમ દ્વારા દર મહિને એક્સ્ટ્રા આવક રળી શકો છો. આ પ્રકારની સુવિધાને મંથલી ઈન્કમ ફિક્સ્ડ ડિપોઝિટ પણ કહે છે.

આ પણ વાંચો: રોકાણના 5 વિકલ્પ, જે ગેરંટીથી કરાવશે ફાયદો

શું છે મંથલી ઈન્કમ ફિક્સ્ડ ડિપોઝિટ?

શું છે મંથલી ઈન્કમ ફિક્સ્ડ ડિપોઝિટ?

આ એક સામાન્ય FDજ છે, પરંતુ વ્યાજ ક્રેડિટ કરવાના બદલે અલગ છે.

1. સામાન્ય રીતે રેગ્યુલર FDમાં વ્યાજ મેચ્યોરિટી પિરીયડ પતે બાદમાં સાથે મળે છે. પરંતુ કેટલીક બેન્ક આ વ્યાજ માસિક, ત્રિમાસિક કે છમાસિક લેવાની સુવિધા પણ આપે છે. આ સુવિધા જ છે મંથલી ઈન્કમ FD.

2. આ સુવિધા અંતર્ગત કેટલીક બેન્ક રેગ્યુલર FD પર જ વ્યાજ દર મહિને લેવાની સુવિધા આપે છે. તો કેટલીક બેન્કમાં આ સુવિધા માટે જુદી FD પણ હોય છે.

3. મંથલી ઈન્કમ FDમાં વ્યાજ દરેક મહિને જમાકર્તાના બચત ખાતામાં આવે છે.

4. આ ઓપ્શનમાં પણ નોમિનેશન, પ્રિમેચ્યોર વિથડ્રોઅલ, લોન, ઓવરડ્રાફ્ટ જેવી સુવિધાઓ હોય છે.

5. જો કે મંથલી ઈન્કમ ઓપ્શન લેવા પર ક્રેડિટ થથું વ્યાજ સામાન્ય એફડી પર મળતા વ્યાજ કરતા ઓછું હોય છે.

SBI

SBI

સ્ટેટ બેન્ક ઈન્ડિયા પોતાની રેગ્યુલર એફડી પર જ વ્યાજ માસિક લેવાની સુવિધા આપે છે. જેને ત્રિમાસિક આધારે પણ મેળવી શકાય છે. વધુ માહિતી https://www.sbi.co.in/portal/web/personal-banking/term-deposits પરથી મળી શક્શે.

એસબીઆઈના એફડી રેટની માહિતી અહીંથી મેળવો.

કોટક મહિન્દ્રા બેન્ક

કોટક મહિન્દ્રા બેન્ક

કોટક મહિન્દ્રા બેન્કમાં 181 દિવસથી ઓછી મેચ્યોરિટીના પિરીયડ વાળી એફડી પર માસિક વ્યાજ મેળવવાની સુવિધા ઉપલબ્ધ નથી. આ માટે 181 દિવસ અથવા વધુ મેચ્યોરિટી પરિયડ જરૂરી છે. સાથે જ ફક્ત પ્રિમેચ્યોર વિડ્રોઅલ ફેસિલીટી ધરાવતી એફડી પર જ વ્યાજ માસિક મેળવી શકાય છે. કોટક મહિન્દ્રા બેન્કના એફડી રેટ્સ અહીં ચેક કરો.

https://www.kotak.com/bank/common/allrates.htm

બેન્ક ઓફ બરોડા

બેન્ક ઓફ બરોડા

બેન્ક ઓફ બરોડામાં માસિક આવક મેળવવા માટે જુદી એફડી છે. મંથલી ઈન્કમ પ્લાન નામ પ્રમાણે જ આ સ્કીમ બેન્કના લોન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ અંતર્ગત ઉપલબ્ધ છે. તેમાં મિનિમમ અમાઉન્ટ 1000થી રોકાણ કરી શકાય છે. અહીં મંથલી ઈન્કમ માટે તમારે 1 વર્ષ કે વધુ સમય માટે એફડી કરાવવી પડશે. એફડી કરાવ્યાના 1 મહિના બાદ પૈસા તમારા ખાતામાં જમા તથા જશે. સાથે જ આ પ્રકારની એફડીનો મેક્સિમમ સમય 10 વર્ષનો હશે. વધુ માહિતી આ લિંક પર ક્લિક કરીને મેળવો.

https://www.bankofbaroda.com/monthly-income-plan-personal.htm?45

બેન્ક ઓફ બરોડાના એફડી ઈન્ટરેટ્સ રેટ અહીં જોઈ શકો છો

ICICI બેન્ક

ICICI બેન્ક

ICICIમાં પણ તમે રેગ્યુલર એફડી પરથી માસિક આવક મેળવી શકો છો. ICICI બેન્કમાં એફડી ખોલવા માટે લઘુત્તમ રકમ 10 હજાર છે. ICICI બેન્કના વ્યાજ દર અહીં ચેક કરો.

https://www.icicibank.com/interest-rates.page?

યસ બેન્ક

યસ બેન્ક

યસ બેન્કમાં પણ રેગ્યુલર ફિક્સ્ડ ડિપોઝિટ પર માસિક વ્યાજ મેળવી શકાય છે. અહીં જુઓ વ્યાજના દર

https://www.yesbank.in/personal-banking/yes-individual/deposits/fixed-deposit-residents

IDFC બેન્ક

IDFC બેન્ક

આ બેન્કમાં મંથલી ઈન્ટ્રેસ્ટ અમાઉન્ટ ઓપ્શનમાં વ્યાજ માસિક લેવાની સુવિધા છે. પરંતુ વ્યાજની ગણતરી દર ત્રણ મહિને થાય છે. સાથે જ સ્ટાન્ડર્ડ રેટ સામાન્ય કરતા ઓછો હોય છે. IDFC બેન્કની એફડીના રેટ અહીં જુઓ.

https://www.idfcbank.com/content/dam/idfc/image/other-pdfs/Interest%20Rate.pdf

English summary
montly income from fixed deposit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X