નાગરિકોને આજે ફરી રાહત મળી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
નાગરિકોને આજે ફરી રાહત મળી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને પગલે સામાન્ય નાગરિકોની કમર તૂટી રહી હતી જો કે છેલ્લા બે દિવસથી જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. ગતરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 25 પૈસા અને ડીઝલની કિંમતમાં 11 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 83.89 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 76.33 પૈસાની સપાટી પર પહોંચી ગયું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
માત્ર અમદાવાદ જ નહિ બલકે આજે ચારેય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં પણ આજે પેટ્રોલની કિંમતમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 10 પૈસા પ્રતિ લીટરે ઘટાડો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 82.38 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 75.48 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 24 પૈસાનો ઘટાડો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 11 પૈસાનો ઘટાડો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 87.84 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમતો 79.13 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે અગાઉ ગુરુવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો છે. જે બાદ પેટ્રોલ 82.62 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.58 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે.

રાજ ઠાકરેએ સવાલ ઉઠાવ્યા
જેવી રીતે રોજ પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ રહ્યા હતા તેના પર મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ સવાલ ઉઠાવ્યા હતા, એમણે કહ્યું હતું કે વધતી કિંમતો પરથી ધ્યાન હટાવવા માટે મિ ટૂ જેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોની વચ્ચે સાઉદી અરબે ભારતે ભરોસો અપાવ્યો છે કે અમે ભારતમાં રોકાણ વધારશું. ઉર્જા મંત્રી ખાલિદે કહ્યું કે સાઉદી અરબ તરફથી રત્નાગિરી રિફાઈનરીમાં 44 બિલિયન ડૉલરનું રોકાણ માત્ર એક શરૂઆત છે.












Click it and Unblock the Notifications
