Fuel Rates : સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
શુક્રવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સતત ત્રીજા દિવસે તેલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે.
Fuel Rates : શુક્રવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સતત ત્રીજા દિવસે તેલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. જેના કારણે સામાન્ય માણસ મોંઘવારી સામે લડી રહ્યો છે. તેલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 106.89 રૂપિયા પ્રતિ લીટર
કિંમતમાં વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 106.89 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 95.62 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 112.78રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 103.63 રૂપિયા પ્રતિ લીટરમાં ખરીદી શકાય છે. ચૈન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 103.92 રૂપિયા અને ડીઝલની કિંમત 99.92રૂપિયા છે, જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 1107.44 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 98.73 રૂપિયા પ્રતિ લીટર છે.

આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હી : 106.89 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 112.78 રૂપિયા પ્રતિ લિટર
- કોલકાતા : 107.44 રૂપિયા પ્રતિ લીટર
- ચૈન્નાઈ : 103.92 રૂપિયા પ્રતિ લિટર
- બેંગ્લોર : 110.61 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 103.86 રૂપિયા પ્રતિ લિટર
- હૈદરાબાદ : 111.18 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 103.86 રૂપિયા પ્રતિ લિટર
- ગુરુગ્રામ : 104.49 રૂપિયા પ્રતિ લિટર
- ચંદીગઢ : 102.88 રૂપિયા પ્રતિ લિટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હી : 95.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 103.63 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 98.73 રૂપિયા પ્રતિ લીટર
- ચૈન્નાઈ : 99.92 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 101.49 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ : 96.07 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 104.32 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 96.07 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 96.37 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ : 95.33 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત
જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો.
તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો. તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે.
જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSPઅને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે.
ધ્યાન રહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથીજાણી શકો છો.












Click it and Unblock the Notifications
