આજે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ઘટ્યા, જાણો 24 ડિસેમ્બરની કિંમત

આજે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ઘટ્યા, જાણો 24 ડિસેમ્બરની કિંમત

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો નોંધાયો છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત જોવા મળી છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 67.33 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 66.68 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહયું છે. ભાવ ઘટાડાને પગલે સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદમાં જ નહિં બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 21 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 69.86 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે અને ડીઝલ 63.83 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળી છે. જો મુંબઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલની કિંમતમાં 21 પૈસા પ્રતિ લીટર દીઠ ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસા પ્રતિ લીટર દીઠ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 75.48 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 66.79 રૂપિયા પ્રતિ લીટર દીઠ મળી રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

દક્ષિણ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જો ચેન્નઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાની રાહત મળી છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 72.48 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 67.38 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X