નાગરિકોને રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ઘટ્યા

નાગરિકોને રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ઘટ્યા

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા 1 મહિનાથી સતત રાહત મળી રહી છે. બે મહિના પહેલા ધરખમ વધેલા ભાવને પગલે લોકો પરેશાન થયા હતા પણ ચૂંટણી નજીક હોય પેટ્રોલ-ડીઝલની કિંમતો પર ફરીથી અંકુશ લાગી રહ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતોમાં 31 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 42 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર દીઠ 72.49 રૂપિયે વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 73.29 રૂપિયાએ વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ બલકે દિલ્હીમાં પણ પેટ્રોલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 32 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 40 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 75.25 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 70.16 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

જો મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં 24મી નવેમ્બરે પેટ્રોલની કિંમત લીટર દીઠ 31 પૈસાથી ઘટી છે જ્યારે ડીઝલની કિંમતમાં 43 પૈસાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 80.78 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 73.47 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે. એક સમયે મુંબઈ પેટ્રોલની કિંમત 90 રૂપિયાની સપાટીને વટાવી ગઈ હતી જ્યારે ડીઝલની કિંમત પણ 80 રૂપિયાની સપાટી કૂદાવી ગઈ હતી જો કે હવે નાગરિકોને સામાન્ય એવી રાહત મળી છે.

છેલ્લા ત્રણ દિવસમાં મોટી રાહત મળી

છેલ્લા ત્રણ દિવસમાં મોટી રાહત મળી

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દવિસમાં મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 1.20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ડીઝલની કિંમતમાં છેલ્લા ત્રણ દવિસમાં 1.28 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જો દિલ્હીની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં અહીં પેટ્રોલની કિંમતમાં 1.23 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ડીઝલની કિંમતમાં 1.21 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલ 1.07 રૂપિયા સસ્તું થયું છે અને ડીઝલ 1.25 રૂપિયા સસ્તું થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X