આજે પણ સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો શું છે કિંમત

આજે પણ સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો શું છે કિંમત

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે. પાછલા કેટલાય દિવસોથી કિંમતો ઘટી રહી છે, જેનાથી સામાન્ય નાગરીકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતોમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 8 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 77.87 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.10 પૈસા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

અમદાવાદ સહિત ચારેય મહાનગરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. જો દિલ્હીની વાત કરીએ તો અહીં આજે પેટ્રોલની કિંમતોમાં 25 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે અને ડીઝલની કિંમતોમાં 7 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 80.85 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 74.73 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લીટર દીઠ 25 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતોમાં 8 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ મુંબઈમાં પેટ્રોલ 86.33 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાઈ રહ્યું છે અને ડીઝલ 78.33 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાઈ રહ્યું છે.

ગુરુવારે પણ કિંમતો ઘટી

ગુરુવારે પણ કિંમતો ઘટી

અગાઉ ગુરુવારે પેટ્રોલની કિંમતોમાં 15 પૈસાનો ઘટાડો જોવા મળઅયો હતો જ્યારે ડીઝલની કિંમતમાં પણ 5 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 81.10 રૂપિયા પ્રતી લીટર થઈ ગઈ હતી, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 86.58 રૂપિયા થઈ ગઈ હતી અને કોલકાતામાં 82.95 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ વેચાઈ રહ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X