આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મળી રાહત, જાણો શું છે કિંમત
આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મળી રાહત, જાણો શું છે કિંમત
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી સતત ઘટી રહેલ પેટ્રોલ અને ડીઝલની કિંમતને પગલે સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 67.03 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 66.46 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
જો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે તથા ડીઝલની કિંમતમાં દિલ્હીમાં આજે 14 પૈસાની રાહત મળી છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 69.55 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 63.62 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુ્ંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલમાં થયેલ ઘટાડાનો લાભ થયો છે. જો મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં આજે એટલે કે 28મી ડિસેમ્બરે પેટ્રોલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 75.18 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.57 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
દક્ષિણ ભારતના શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે રાહત જોવા મળી છે. જો ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 20 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લગુ થયા બાદ પેટ્રોલ 72.16 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 67.16 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
