ડિસેમ્બરમાં પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમતો, જાણો આજનો ભાવ
ડિસેમ્બરમાં પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમતો, જાણો આજનો ભાવ
અમદાવાદઃ છેલ્લા કેટલાય દિવસથી સસ્તાં થઈ રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ સામાન્ય નાગરિકોને રાહત આપી છે. આજે બીજી ડિસેમ્બરે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલમાં 34 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 69.58 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પણ પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં. દિલ્હીમાં આજે પેટ્રોલ 30 પૈસાના ઘટાડા સાથે 72.23 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલ આજે 33 પૈસાના ઘટાડા સાથે 67.02 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાહત મળી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતો 29 પૈસા પ્રતિ લીટરે ઘટી છે, જ્યારે ડીઝલની કિંમતમાં 35 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 77.80 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 70.15 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
ચેન્નઈની વાત કરીએ તો આજે અહીં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ રાહત આપી છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમતમાં 32 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલમાં 35 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 74.94 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 70.77 રૂપિયા પ્રતિ લટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
