નાગરિકોને મોટી રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ઘટ્યા

નાગરિકોને મોટી રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ઘટ્યા

અમદાવાદઃ પટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પાછલા 12 દિવસથી સતત થઈ રહેલ પેટ્રોલ-ડીઝલની ભાવમાં ઘટાડાથી સામાન્ય નાગિકોને રાહત મળી છે. આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 7 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 76.62 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 77.11 રૂપિયા પ્રતિ લીટર દીઠ મળી રહ્યું છે.

ચારેય મહાનગરોમાં કિંમત ઘટી

ચારેય મહાનગરોમાં કિંમત ઘટી

માત્ર અમદાવાદ જ નહિ બલકે આજે પણ ચારેય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોએ રાહત આપી છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 20 પૈસા સસ્તું થયું છે જ્યારે ડીઝલ 7 પૈસા સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 79.55 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમતો 73.78 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

મુંબઈમાં ભાવ ઘટ્યા

મુંબઈમાં ભાવ ઘટ્યા

જ્યારે મુંબઈની વાત કરીએ તો પેટ્રોલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લીટર દીઠ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંતમાં 8 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 85.04 રૂપિયા અને ડીઝલ 77.32 રૂપિયા પ્રતિ રૂપિયાએ મળી રહ્યું છે.

સોમવારે પણ રાહત મળી હતી

સોમવારે પણ રાહત મળી હતી

નવી કિંમતો લાગુ થયા બાદ સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 79.75 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.85 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું હતું. જ્યારે સોમવારે મુંબમાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 21 પૈસા પ્રતિ લીટર દીઠ ઘટાડો નોંધાયો હતો. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 85.24 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી, જ્યારે ડીઝલની કિંમતો 77.40 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X