વધુ સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ, જાણો 4 ડિસેમ્બરે શું છે કિંમત
વધુ સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ, જાણો 4 ડિસેમ્બરે શું છે કિંમત
અમદાવાદઃ એક સમયે નાગરિકોને રોવડાવી રહેલ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ આખરે રાહત આપી છે. છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 69.09 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 69.34 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસા પ્રતિ લીટર દીઠ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 71.72 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે જ્યારે ડીઝલ 66.39 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત
પશ્ચિમ બંગાળમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. કોલકાતામાં આજે પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ કોલકાતામાં પેટ્રોલ 73.75 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.12 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ રાહત આપી છે. મુંબઈમાં 21 પૈસાના ઘટાડા સાથે પેટ્રોલ 77.29 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે ડીઝલ 29 પૈસાના ઘટાડા સાથે 69.48 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
જો ચેન્નઈની વાત કરીએ તો અહીં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 22 પૈસા ઘટીને 74.41 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 29 પૈસાના ઘટાડા સાથે 70.09 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગઈ છે.

હૈદરાબાદમાં પેટ્રોલની કિંમત
તેલંગાણાના હૈદરાબાદમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. હૈદરાબાદમાં 4 ડિસેમ્બરે પેટ્રોલની કિંમતમાં 23 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 30 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ હૈદરાબાદમાં પેટ્રોલ 76.03 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 72.12 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

લખનઉમાં પેટ્રોલની કિંમત
ઉત્તર પ્રદેશના શહેરોમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ રાહત આપી છે. લખનઉની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતોમાં 51 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતોમાં 57 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ઉત્તર પ્રદેશમાં પેટ્રોલની કિંમત 71.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 65.33 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે.

ભોપાલમાં પેટ્રોલની કિંમત
જ્યારે ગુજરાતના વધુ એક પાડોસી રાજ્ય મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ નાગરિકોને રાહત આપી છે. ભોપાલમાં આજે પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ભોપાલમાં પેટ્રોલ લીટર દીઠ 74.75 રૂપિયાની સપાટી પર જ્યારે ડીઝલ 67.65 રૂપિયાની સપાટી પર વહેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
