બજેટ બાદ ફરી સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ ઘટી
બજેટ બાદ ફરી સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ ઘટી
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા કેટલાક દિવસના ભાવ વધારા બાદ આજે ફરી ભાવ ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પણ પેટ્રોલની કિંમતમાં 15 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 11 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 68.05 જ્યારે ડીઝલની કિંમત 68.57 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહી છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થતાં સામાન્ય નાગરિકોને રાહત થઈ છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 10 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 70.59 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.61 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં આજે 11 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 76.22 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.70 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
તમિલનાડૂના પાટનગર ચેન્નઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતાં ભાવ ઘટાડો જોવા મળ્યો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતામં 16 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 10 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ 73.27 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝળ 69.31 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
