7 ડિસેમ્બરે પણ પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં, જાણો આજની કિંમત
7 ડિસેમ્બરે પણ પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં, જાણો આજની કિંમત
અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય નાગરિકોને રાહત આપી છે. આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 38 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 43 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 68.32 રૂપિયા પ્રતિ લીટરદીઠ જ્યારે ડીઝલ 68.46 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 40 પૈસાની રાહત મળી છે જ્યારે ડીઝલની કિંમતમાં 41 પૈસાની રાહત મળી છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.92 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 65.55 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરોને પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ રાહત આપી છે. આજે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 40 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલમાં 43 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 76.50 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.59 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં. તમિલનાડુના ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈમાં આજે પેટ્રોલ લીટર દીઠ 37 પૈસા સસ્તું થયું છે જ્યારે ડીઝલ 38 પૈસા સસ્તું થયું છે. નવી કિંમતો લગુ થયા બાદ પેટ્રોલ 73.62 રૂપિયા પ્રતિ લીટર દીઠ જ્યારે ડીઝલ 69.25 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
