સતત પાંચમા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો આજના ભાવ
સતત પાંચમા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો આજના ભાવ
અમદાવાદઃ છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં પાંચ દિવસમાં પેટ્રોલ 47 પૈસા જ્યારે ડીઝલ 70 પૈસા મોંઘું થઈ ચૂક્યું છે. આજે 6 જાન્યુઆરી 2020ના રોજ અમદાાદમાં પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો વધારો થયા બાદ 72.98 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 18 પૈસાના ભાવ વધારા બાદ 71.86 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈના રેટ જાણો
દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ શહેરમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના રેટમાં ભાવ વધારો નોંધાયો છે. મુંબઈમાં પણ આજે પેટ્રોલમાં 15 પૈસાનો અને ડીઝલમાં 18 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 81.28 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 72.02 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીના રેટ
દેશની રાજધાની દિલ્હીમાં પણ છેલ્લા પાંચ દિવસમાં સતત પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં છે. દિલ્હીમાં પેટ્રોલ 15 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 17 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ પેટ્રોલ 75.69 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 68.68 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલના રેટ
ચેન્નઈમાં પણ આજે પેટ્રોલ 16 પૈસા મોંઘું થયું છે જ્યારે ડીઝલ 19 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 78.64 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 72.58 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
