12 તારીખે પણ વધી પેટ્રોલ અને ડીઝલની કિંમત, જાણો આજનો ભાવ
12 તારીખે પણ વધી પેટ્રોલ અને ડીઝલની કિંમત, જાણો આજનો ભાવ
અમદાવાદઃ થોડા દિવસની રાહત બાદ છેલ્લા 4 દિવસથી ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સામાન્ય નાગરિકોને પરેશાન કરી રહી છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 66.77 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.94 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત મોંઘી થઈ છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 19 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે જ્યારે ડીઝલ 29 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 69.26 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 63.10 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ વધારો થઈ શકે છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
માત્ર દિલ્હી અને અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું છે. આજે મુંબઈકરો માટે પણ રાહતના સમાચાર તો બિલકુલ નથી. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 74.91 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.04 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
દક્ષિણ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સદંતર વધારો નોંધાયો છે. તમિલનાડુના પાટનગર ચૈન્નઈની વાત કરીએ તો આજે ચેન્નઈમાં પેટ્રોલ 20 પૈસાથી મોંઘું થયું છે જ્યારે ડીઝલ 31 પૈસે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 71.87 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.62 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
