પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ થયો સામાન્ય ભાવ વધારો
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ થયો સામાન્ય ભાવ વધારો
અમદાવાદઃ છેલ્લા બે દિવસથી ફરી ધીમી ધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.07 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.07 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતા લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 67.93 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.70 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. દિલ્હીમાં પણ આજે પેટ્રોલની કિંમતમાં 0.07 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.06 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થાય બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 70.46 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.73 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલની કિંમતમાં 0.07 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં પણ 0.07 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 76.10 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.83 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
દક્ષિણ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.08 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.07 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થાય બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 73.14 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.44 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
