ફરી મોંઘું થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો આજનો ભાવ

ફરી મોંઘું થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો આજનો ભાવ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક દિવસની રાહત મળ્યા બાદ આજે ફરી ભાવ વધારો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 13 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 67.93 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે જ્યારે ડીઝલ 67.70 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. હજુ પણ ભાવ વધારો થઈ શકે તેવી શક્યતા છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પણ આજે પેટ્રોલની કિંમતમાં 14 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.47 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 64.68 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. અગાઉ બુધવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

જ્યારે મુંબઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 76.11 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.82 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ હ્યું છે.

એક દિવસની રાહત બાદ ફરી ભાવ વધારો

એક દિવસની રાહત બાદ ફરી ભાવ વધારો

મંગળવા સુધી સતત 6 દિવસ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો હતો, પરંતુ બુધવારે આંશિક ઘટાડા બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલના 70.33 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા હતા જ્યારે ડીઝલના ભાવ 64.59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X