આજે પણ વધ્યા પેટ્રોલના ભાવ, ડીઝલ પણ થયું મોંઘું
આજે પણ વધ્યા પેટ્રોલના ભાવ, ડીઝલ પણ થયું મોંઘું
અમદાવાદઃ છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત ચારેય મહાનગરોમાં આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. અમદાવાદમાં આજે પેટ્રોલ 15 પૈસા પ્રતિ લીટે મોંઘુ થયું છે જ્યારે ડીઝલ 14 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 68.36 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 69.10 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છે. 18મી ફેબ્રુઆરીએ મુંબઈમાં પેટ્રોલ 15 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 14 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ 76.54 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 69.23 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલની કિંમતમાં 13 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.91 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.11 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
દક્ષિણ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 16 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલની કિંમતમાં 14 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ 73.61 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.84 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
