આજે પણ મોંઘું થયું પેટ્રોલ, જાણો ડીઝલની કિંમત
આજે પણ મોંઘું થયું પેટ્રોલ, જાણો ડીઝલની કિંમત
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા 6 દિવસથી સતત ભાવ વધારાનું વલણ જોવા મળી રહ્યું છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 16 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 68.17 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.10 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ મુંબઈકરોની કમર પણ તોડી છે. આજે મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 17 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 76.35 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.22 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો માર ઝીંકાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 17 પૈસાનો ભાવ વધારો થયો છે જ્યારે ડીઝલ આજે 19 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 70.72 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.16 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડૂના પાટનગર ચેન્નઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 18 પૈસાનો ભાવ વધારો થયો છે જ્યારે ડીઝલ 0.01 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 73.41 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.63 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
