Petrol Diesel Price: 1 ઓગસ્ટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો લેટેસ્ટ કિંમત
Petrol Diesel Price Today: આજે પહેલી ઓગસ્ટ છે. ત્યારે સીએનજી, એલપીજી વગેરેની કિંમતોમાં ફેરફાર જોવા મળે છે. ત્યારે 1 ઓગસ્ટ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ફેરફાર આવ્યો છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. રોજિંદા જીવનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરેક વ્યક્તિના જીવનમાં સીધી અસર કરે છે. ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવ અપડેટ કરે છે, જે દરેક શહેરોમાં અલગ અલગ હોય છે. ત્યારે 1 ઓગસ્ટએ શું છે પેટ્રોલ-ડીઝલની લેટેસ્ટ કિંમત તે જાણીએ.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત ?
- અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.30 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.13 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.80 રૂપિયા પ્રતિ લિટર છે.
- સુરતમાં પેટ્રોલનો ભાવ 94.56 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.25 રૂપિયા પ્રતિ લિટર છે.
- ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.10 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.77 રૂપિયા પ્રતિ લિટર છે.
- રાજકોટમાં પેટ્રોલનો ભાવ 95.17 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.87 રૂપિયા પ્રતિ લિટર છે.
- જામનગરમાં પેટ્રોલનો ભાવ 94.25 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.82 રૂપિયા પ્રતિ લિટર છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
કયા કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાય ?
Petrol Diesel Price: ભારત તેની મોટાભાગની જરૂરિયાતનું ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વધે છે ત્યારે સ્થાનિક ભાવ પણ વધે છે.જો ડોલર સામે રૂપિયો નબળો પડે છે તો તેલ ખરીદવું મોંઘુ થઈ જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર ભારે કર લાદે છે. વિવિધ રાજ્યોની કર નીતિઓને કારણે દરો પણ બદલાય છે. ક્રૂડ ઓઇલ રિફાઇનિંગનો ખર્ચ પણ ભાવને અસર કરે છે.












Click it and Unblock the Notifications
