9 નવેમ્બરે પણ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

9 નવેમ્બરે પણ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં શુક્રવારે ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. શુક્રવારે અમદાવાદમાં પેટ્રોલની કિંમતોમાં 14 પૈસાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલની કિંમતોમાં 15 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 75.20 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 76.03 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે. માત્ર અમદાવાદ જ નહિ બલકે મુંબઈ અને દિલ્હી સહિત ચારેય મહાનગરોમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 15 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતોમાં પણ 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે. જણાવી દઈએ કે શુક્રવારે નોંધાયેલ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 78.06 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે અે ડીઝલ 72.74 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં કિંમતો

મુંબઈમાં કિંમતો

દિલ્હીની સાથો-સાથ મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડા બાદ અહીં પેટ્રોલ 83.57 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલની કિંમતોમાં પણ 16 પૈસાનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે મુંબઈમાં ડીઝલ 76.22 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

હજુ રાહત મળશે

હજુ રાહત મળશે

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રાહતનો સિલસિલો હજુ કેટલાક દિવસો સુધી યથાવત રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓઈલની કિંમતોમાં સતત રાહત મળી રહી છે, જેની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પડી રહી છે. બજારના જાણકારો મુજબ આ રાહત મળતી રહેશે અને ઘરેલૂ સ્તર પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થશે. ઉપરાંત અમેરિકાએ પણ ઈરાન પાસેથી ઓઈલની ખરીદી પર લગાવેલ પ્રતિબંધને ભારત, ચીન અને જાપાન સહિત આઠ દેશો માટે હટાવી લીધો છે, જેનો દેખીતી રીતે ભારતને પણ ફાયદો મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X