પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ ઘટાડો યથાવત, જાણો આજની કિંમત

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ ઘટાડો યથાવત, જાણો આજની કિંમત

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી ઘટાડો નોંધાયો છે. પાછલા કેટલાક અઠવાડિયાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ રહેલ ઘટાડાને પગલે નાગરિકોને મહદઅંશે રાહત મળી રહી છે. 16મી નવેમ્બરે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 17 પૈસાનો અને ડીઝલની કિંમતમાં પણ 17 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિમત લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 74.27 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે અને ડીઝલ 75.18 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીની વાત કરીએ તો આજે પેટ્રોલની કિંમમાં 18 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 16 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દેશની રાજધાનીમાં પેટ્રોલ 77.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલ 71.93 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. અગાઉ ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 18 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો હતો અને ડીઝલની કિંમતમાં 17 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 82.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલ 75.36 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. અગાઉ ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધયો હતો જ્યારે ડીઝલની કિંમતમાં 10 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો હતો.

અગાઉ કેટલી કિંમત હતી

અગાઉ કેટલી કિંમત હતી

જ્યારે ગુરુવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 14 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો હતો અને ડીઝલની કિંમતમાં 11 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો હતો. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 82.80 રૂપયા પ્રતિ લીટર થઈ ગયું હતું, જ્યારે ડીઝલ 75.3 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું હતું. જણાવી દઈએ કે અગાઉ બુધવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો બદલાવ જોવા મળ્યો નહોતો. જો કે 13 નવેમ્બરે પેટ્રોલની કિંમતમાં 12 પૈસા અને ડીઝલની કિંમતમાં 12 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X