પેટ્રોલની કિંમતમાં ઘટાડો ના બરાબર, ડીઝલની કિંમતમાં કોઈ વધ-ઘટ નહિ

પેટ્રોલની કિંમતમાં ઘટાડો ના બરાબર, ડીઝલની કિંમત યથાવત

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને પગલે સામાન્ય નાગરિકોએ મહદઅંશે રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.07 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. નવી કિંમત લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 67.26 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ ગતરોજની કિંમત 66.68 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

જો દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પણ પેટ્રોલની કિંમતમાં 0.07 ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારની વધ-ઘટ જોવા મળી નથી. નવી કિંમત લાગુ થયા બાદ નવી દિલ્હીમાં પેટ્રોલ 69.79 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 63.83 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈકરોને પણ માત્ર પેટ્રોલની કિંમતમાં જ રાહત મળી છે, ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. અમદાવાદ અને દિલ્હીની જેમ મુંબઈમાં પણ પેટ્રોલની કિંમતમાં 0.07 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો બદલાવ જોવા મળ્યો નથી. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 75.41 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ કાલની કિંમત 66.79 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈ, દિલ્હી અને અમદાવાદની જેમ ચેન્નઈમાં પણ માત્ર પેટ્રોલની કિંમતમાં જ નજીવો ઘટાડો નોંધાયો છે. ચેન્નઈમાં પણ પેટ્રોલની કિંમતમાં માત્ર 0.07 રૂપિયા જ ઘટ્યા છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. નવી કિંમત લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 72.41 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ ગતરોજની કિંમત 67.38 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X