સોમવારે પેટ્રોલની કિંમતમાં વધારો, ડીઝલ થયું સસ્તું

સોમવારે પેટ્રોલની કિંમતમાં વધારો, ડીઝલ થયું સસ્તું

અમદાવાદઃ છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધ-ઘટ જોવા મળી રહી છે. આજે પણ અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો છે જો કે ડીઝલની કિંમતમાં થોડી રાહત જોવા મળી છે. અમદાવાદમાં આજે પેટ્રોલ 0.06 પૈસા મોંઘુ થયું છે જ્યારે ડીઝલ 0.27 પૈસા સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ આજે 70.16 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.82 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ, દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધ-ઘટ જોવા મળી છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ 0.07 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે જ્યારે ડીઝલ 28 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 75.59 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.59 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ મોંઘું અને ડીઝલ સસ્તું થયું છે. દિલ્હીમાં આજે પેટ્રોલમાં 0.07 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલ પ્રતિ લીટરે 26 પૈસા સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 72.78 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.80 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલ મોંઘું થયું છે જ્યારે મુંબઈકરોને ડીઝલે થોડી રાહત આપી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 0.07 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યરે ડીઝલ 28 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 78.40 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝ 69.97 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X