આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કિંમત
આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કિંમત
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી, રોજ વધી રહેલા ભાવને પગલે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધી રહી છે. અમદાવાદમાં એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. અમદાવાદાં પેટ્રોલની કિંમત 13 પૈસાના વધારા સાથે 82.10 જ્યારે અમદાવાદમાં ડીઝલની કિંમત 12 પૈસાના વધારા સાથે 79.67 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 14 પૈસાના વધારા સાથે 83 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે જ્યારે 13 પૈસાના વધારા સાથે ડીઝલ પણ 74.24 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 90.35 અને ડીઝલ 78.82 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. જણાવી દઈએ કે અગાઉ 6 રાજ્યોએ વેટ ઘટાડવા પર સમહતી સાધી હતી. બીજી બાજુ કેન્દ્ર સરકાર તરફથી પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો પર લગામ લગાવવા માટે એકપછી એક બેઠકો કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારનો હલ મળ્યો નથી.
આ પણ વાંચો- ગુડ ન્યૂઝઃ અહીં પેટ્રોલ પર મળી રહી છે 100 રૂપિયાની છૂટ
અગાઉ મંગળવારે મળેલી બેઠકમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી અને ચંદીગઢ એ વાતને લઈને રાજી થઈ ગયાં કે અહિં પેટ્રોલ-ડીઝલની કિંમત એક સમાન હશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે આનાથી સરકારનું રાજસ્વ વધશે અને કાળાબજારી પર પણ રોક લગાવી શકાશે.
આ પણ વાંચો- 6 રાજ્યોમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ, ગુજરાતીઓ હજુ પરેશાન












Click it and Unblock the Notifications
