ગુડ ન્યૂઝઃ અહીં પેટ્રોલ પર મળી રહી છે 100 રૂપિયાની છૂટ

ગુડ ન્યૂઝઃ અહીં પેટ્રોલ પર મળી રહી છે 100 રૂપિયાની છૂટ

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ નાગરિકોની કમર તોડી રહ્યા છે. મોંઘા પેટ્રોલ-ડીઝલને પગલે મિડલ ક્લાસનું બજેટ ખોરવાઈ રહ્યું છે. દરરોજ ઓઈલની કિંમતો વધી રહી છે, ત્યારે અમે આજે એક એવી ઑફર વિશે જણાવીશું જેના વિશે સાંભળીને તમે ખુશ થઈ જશો. પેટ્રોલ-ડીઝલની ખરીદી પર તમને 100 રૂપિયાની છૂટ મળી રહી છે, પરંતુ સૌથી ખાસ વાત એ છે કે આ ઑફર માત્ર આજ સુધી જ સિમિત છે. આગળ જાણો કઈ રીતે આ ઑફરનો લાભ ઉઠાવી શકશો.

પેટ્રોલ-ડીઝલ પર 100ની છૂટ

પેટ્રોલ-ડીઝલ પર 100ની છૂટ

મોબીક્વિક ડિજિટલ પેમેન્ટ એપે પેટ્રોલ-ડીઝલની કિંમત પર બંપર ઑફર આપી છે. આ પેમેન્ટ એપની મદદથી તમે પેટ્રોલ-ડીઝલની ખરીદી પર છૂટ મેળવી શકો છો. Mobikwikએ બોનાંઝો ઑફર રજૂ કરી છે. જે અંતર્ગત કંપની એક દિવસ માટે પેટ્રોલના બિલ પર 50 ટકાની છૂટ આપી રહી છે. મહત્તમ 100 રૂપિયાની છૂટ મળશે.

આવી રીતે ઉઠાવો ઑફરનો લાભ

આવી રીતે ઉઠાવો ઑફરનો લાભ

જો તમે આ ઑફરનો લાભ ઉઠાવવા માંગતા હોવ તો તમારી પાસે આખરી મોકો છે. 19 સપ્ટેમ્બરની સવારે 6થી સાંજે 9 વાગ્યા સુધી જ આ ઑફરનો લાભ ઉઠાવી શકશો. આ ઑફરનો લાભ ઉઠાવવા માટે તમારે MobiKwikના પાર્ટનર પેટ્રોલ પંપ પર જ પેટ્રોલ ભરાવવાનું રહેશે અને પેમેન્ટ પણ મોબિક્વિક્સ પેમેન્ટ એપથી જ કરવાનું રહેશે. આના માટે તમારે 100 રૂપિયાથી વધુનું પેટ્રોલ ભરાવવાનું રહેશે.

કેવી રીતે ઉઠાવશો લાભ

કેવી રીતે ઉઠાવશો લાભ

આ ઑફરનો લાભ ઉઠાવવા માટે તમારે સૌથી પહેલા મોબિક્વિક એપ ડાઉનલોડ કરવાની રહેશે. જો પહેલેથી જ આ એપ તમારા ફોનમાં હોય તો તમારે સુપર કેશ ઑફરમાં જવાનું રહેશે. ત્યાંથી ક્યૂઆર કોડ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે. આજે રાત્રીના નવ વાગ્યા સુધી જ આ ઑફરનો લાભ ઉઠાવી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X