ફરી મોંઘુ થયું પેટ્રોલ, 3 રૂપિયા સુધીનો વધારો

કિંમતોમાં વધારા બાદ દિલ્હીમાં વેટ સહિત પેટ્રોલના ભાવ 2.83 રૂપિયા વધારી 74.10 રૂપિયે લીટર થઇ ગયા, જ્યારે મુંબઇમાં તે 78.61 રૂપિયાથી વધીને 81.57 રૂપિયા પ્રતિ લીટર થશે. જૂન બાદથી પેટ્રોલના ભાવમાં સતત છઠ્ઠી વખત વધારો થયો છે.
આ દરમિયાન અત્યારસુધી પેટ્રોલના ભાવમાં કુલ 9.17 રૂપિયા લીટર સુધી વધી ગયા છે, જો કે, આ વધારામાં વેટ સામેલ નથી, જો વેટને સામેલ કરવામાં આવે તો દિલ્હીમાં એક જૂનથી અત્યારસુધીમાં પેટ્રોલ 11 રૂપિયા લીટર મોંઘુ થયું છે. ડીઝલના ભાવમાં 50 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
વેટ સાથે આ વધારો 57 પૈસાનો થશે. દિલ્હીમાં આ વધારા સાથે ડીઝલ હવે 51.97 રૂપિયામાં વેચાશે. મુંબઇમાં તે 58.86 રૂપિયામાં વેચાશે. ઓઇલ કંપનીઓ દર બે અઠવાડિયે પેટ્રોલના ભાવની સમીક્ષા કરે છે.
જૂન 2010 બાદ લાગુ કરવામાં આવેલા નવા આર્થિક માહોલમાં સરકારી કંપનીઓ પેટ્રોલના ભાવ વધારવા માટે સ્વતંત્ર છે. જ્યારે ડીઝલની કિંમતો પર હજુ પણ સરકારનું નિયંત્રણ છે. ભારત ઓઇલની પોતાની 80 ટકા જરૂરિયાતોન આયાત પર નિર્ભર છે.












Click it and Unblock the Notifications
