આજે ન વધી પેટ્રોલની કિંમતો, ડીઝલ 8 પૈસા મોંઘું

પેટ્રોલમાં તો રાહત મળી પણ ડીઝલમાં વધારાનો સિલસિલો યથાવત.

અમદાવાદઃ દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઈ રહેલા વધારાની વચ્ચે આજે નાગરિકોને ઓઈલ કંપનીઓ તરફથી થોડી રાહત આપવામાં આવી છે. આજે પેટ્રોલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે ડીઝલના ભાવમાં 8 પૈસાનો વધારો નોંધાયો છે. ડીઝલની કિંમતોમાં વધારા બાદ અમદાવાદમાં તેની કિંમતો 78.87 રૂપિયાની સપાટી પર પહોંચી ગયા છે. જ્યારે પેટ્રોલ 79.68 રૂપિયાની સપાટી પર છે.

petrol

માત્ર અમદાવાદ જ નહિ બલકે મુંબઈ અને દિલ્હીમાં પણ આજે ડીઝલની કિંમતોમાં વધારો નોંધાયો છે. જો દિલ્હીની વાત કરીએ તો અહીં આજે ડીઝલમાં 9 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. ડીઝલની કિંમતમાં વધારા બાદ અહીં ડીઝલની કિંમતો લીટર દીઠ 75.46 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે, જ્યારે પેટ્રોલની કિંમત 82.72 રૂપિયા પ્રતિ લીટર પર છે. જણાવી દઈએ કે પાછલા કેટલાક દિવસોથી રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે સામાન્ય નાગરિકોનો ખિસ્સો ખાલી થઈ રહ્યો છે.

જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં ડીઝલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટર દીઠ વધારો નોંધાયો છે, જો કે પેટ્રોલના ભાવમાં કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળી નથી. વધારા બાદ મુંબઈમાં ડીઝલની કિંમતો 79.11 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે પેટ્રોલની કિંમત 88.18 રૂપિયા પ્રતિ લીટર છે. જણાવી દઈએ કે રવિવારે પેટ્રોલ અને ડીઝલમાં વધારો જોવા મળ્યો હતો, રવિવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતોમાં 6 પૈસા અને ડીઝલની કિંમતોમાં 19 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- 1 રૂપિયામાં સોનાની ખરીદી કરીને, આ નવરાત્રીમાં બનો માલામાલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X